ગણિત !!
પ્રેમ ની સીડી પર
અંતરપટ ના પડદા પર
વ્હાલ ના વહેણ માં
મન ના માળિયા માં,
ના સરવાળા
ના બાદબાકી
બસ સરવૈયું
ના ચડવું
ના ઉતરવું
બસ વસવું
પછી
ના કોઈ સવાલ,
ના કોઈ જવાબ
ના કોઈ અક્ષર
ફક્ત્
પ્રીત નું પાનેતર
વિશ્વાસ નું ચણતર
બસ આપણું ઘડતર……………….જનક
