RSS

Tag Archives: મમતા

વિદાય

અલ્યા હું પ્રભુ છું, સાંભળ હવે મારું, મેં બોલાવી તારી માં ને
દે વિદાય એને આજ, અન્ય ને કાજ,
એની ફરજ બજાવી છે એણે.

તોળે ના આવું, હું,
માં ના તેજ માં પ્રકાશું હું,
ત્રાજવે બેસાડી કેમ મારી હારે એને ?

મોકલીતી મેં, પ્રકાશવા તુજને,
વારી છે હવે તારી,
તું પ્રકાશ હવે એને.

લે માં નો હાથ, સાંભળ માં નો સાદ,
તારા હવે જે છે જે,
પ્રકાશ જે તું એને.

સમય નું છે આ ચક્કર, એક જન્મે ને એક જાય,
ફરજ હવે છે તારી,
ભુલજે તું ના એને

જનક દેસાઈ

 
Comments Off

Posted by on 2012/02/17 in જનક દેસાઈ

 

Tags: , , ,

વિદાય

અલ્યા હું પ્રભુ છું, સાંભળ હવે મારું,
મેં બોલાવી તારી માં ને
દે વિદાય એને આજ, અન્ય ને કાજ,
એની ફરજ બજાવી છે એણે.

તોળે ના આવું, હું,
માં ના તેજ માં પ્રકાશું હું,
ત્રાજવે બેસાડી કેમ મારી હારે એને ?

મોકલી હતી મેં, પ્રકાશવા તુજને,
વારી હવે છે તારી,
તું પ્રકાશ હવે એને.

લે માં નો હાથ, સાંભળ માં નો સાદ,
તારા હવે જે છે જે,
પ્રકાશ જે તું એને.

સમય નું છે આ ચક્કર,
એક નો જનમ, ને અન્ય ની વિદાય
ફરજ હવે છે તારી,
દે વિદાય,
પણ
ભુલજે તું ના એને
___________

જનક દેસાઈ

 
Comments Off

Posted by on 2011/12/12 in જનક દેસાઈ

 

Tags: , ,

મમતા


સૂરજ ની લાલી થી યાદ થઇ તાજી

તું હતી, તારા વ્હાલ માં, હરદમ રાજી

ના જોયું મુરત, કે ના માંગ્યો આવકાર

હતી તું નિયમિત, રહ્યો હું જ નિરાકાર

વર્ષી તું, વહેતી તું, બની ધરતી નો આધાર

શીતલ છાયા !

લાલી !

મેહૂલિયો !

તું મોર ની ચિત્રકાર.

જનક

૦૯/૧૬/૨૦૧૧

 
Comments Off

Posted by on 2011/12/05 in જનક દેસાઈ

 

Tags: ,

 
Follow

Get every new post delivered to your Inbox.

%d bloggers like this: