Tag Archives: ભક્તિ ગીત

તું છે આસપાસ

ભર્યું આભ તારાઓ થી, ચાંદ કેમ એક છે?

મૂર્તિઓ તો અનેક છે, કૃષ્ણં તું કેમ એક છે

છે વિશ્વાસ , તું છે મારો શ્વાસ

આજ તે અંત સુધી, રહેશે તારો સહવાસ

ના રહ્યો હવે પામવાનો પ્રયાસ

હે પ્રભો, તું છે આસપાસ

રહું ધરાવાસી, યા ઉડું આકાશ

હું છું માનવ અને તું મારો પ્રકાશ.

જનક ૦૮/૨૨/૨૦૧૧

inspired by the following poem from Bhavesh Shah (22-08-2011)

ક્રુષ્ણ કોણ?

ક્રુષ્ણ એક શ્વાસ.

ક્રુષ્ણ અતુટ વિશ્વાસ.

ક્રુષ્ણ મૈત્રી સુવાસ.

ક્રુષ્ણ સુંદર સહેવાસ.

ક્રુષ્ણ ક્રુષ્ણ આકાશ.

ક્રુષ્ણ જીવન પ્રકાશ.

ક્રુષ્ણ અનંત પ્રવાસ.

ક્રુષ્ણ સદાય આસપાસ.

મનુષ્ય બનવાનો;

ક્રુષ્ણ ઊત્તમ પ્રયાસ.

%d bloggers like this: