RSS

Tag Archives: બોધ ગિત

તીર્થ

અન્ય ના પૂજન થી પામીશ શું

થાશે હૃદય હળવું ?
થાશે મન મોકળું ?

પૂજી શકીશ તું, તુજને કદી ?
ત્યાગી શકીશ અહં ને કદી ?

માળા ઓ, ને બાધા ઓ
ગંગાજળ ને ગાથા ઓ

ભીતર છે ભોંયરું,
મન છે માળિયું

તીર્થ છે તન માં
કર જાત્રા મન માં

 

——–જનક દેસાઈ ૦૯/૦૭/૨૦૧૧

 

 

 

 

 
Comments Off

Posted by on 2011/09/07 in જનક દેસાઈ

 

Tags:

ક્યારે પડે છે ફેર?

પડે છે ફેર?
…..ક્યારે ?

છુટે મન અંધકાર જ્યારે,
દે રજા ધિક્કાર ને જ્યારે,
…..પડે છે ફેર.

શ્રેષ્ઠતા ઉભરે છે જ્યારે
અહંકાર ઉતરે છે જ્યારે
લાગણી વિસ્તરે છે જ્યારે
…..પડે છે ફેર

લઇ ઉડાન પંખી નિ જેમ
જોઈ ધરતી ગગન નિ જેમ
ના જોઉં સરહદ કે સિમા
મુજ  નેણ રહે પ્રેમ રસ ભીના
…..પડે છે ફેર.

રંગ નહિ, ઇન્સાન દેખ્યા
વસ્તી મહી ના દોરું રેખા
જ્ઞાન,કર્મ, ભક્તિ ને યોગ
રહું નિષ્પક્ષ, સમજુ સંજોગ

સત્ય ના માર્ગે ચાલુ જ્યારે
પડે છે ફેર,
…………..ત્યારે.

જનક ૦૮-૨૩-૨૦૧૧

inspired by a poem below:

 

Rajeev Maru (- ડો .રમણીકલાલ મારું – ધ્રાંગધ્રા)

રામ અગર રહેમાન ,કશો ક્યાં ફેર પડે છે
અલ્લા યા ભગવાન ,કશો ક્યાં ફેર પડે છે

કાળા ,ગોરા ,રાતા ,પીળા – રંગ જુદા છે
જાત એક ઇન્સાન ,કશો ક્યાં ફેર પડે છે

જ્ઞાન ,કર્મ ને યોગ ,ભક્તિ એ માર્ગ જુદા છે
સૌનું એક નિશાન ,કશો ક્યાં ફેર પડે છે

વેઢ ,કડા ,વીંટી ,પહોચી આકાર જુદા છે
એક જ તત્વ નિદાન ,કશો ક્યાં ફેર પડે છે

નમાજ -પૂજા ,સ્તુતિ -બંદગી ,માળા -તસ્બી
સઘળી વસ્તુ સમાન ,કશો ક્યાં ફેર પડે છે

હિંદુ -મુસ્લિમ- શીખ -ઈસાઈ ભાઈ-ભાઈ
એક પિતા -સંતાન ,કશો ક્યાં ફેર પડે છે

સત્ય એક ,કહેવા -કહેવાની રીત જુદી છે
બાઈબલ -વેદ -કુરાન ,કશો ક્યાં ફેર પડે છે

 

 
Comments Off

Posted by on 2011/08/23 in જનક દેસાઈ

 

Tags: ,

 
Follow

Get every new post delivered to your Inbox.

%d bloggers like this: