ભેળા રહી અળગા થતા રહ્યા
હું, અને તું ,
વૃક્ષની ઓલી ડાળીઓની જેમ,
ભેળા રહી અળગા થતા રહ્યા;
દૂર ક્ષિતિજ મળવાના ભાસે,
ઘરઘર રમત્યું રમતા રહ્યા;
જોને,
એક જ આવાસ, ‘ને એક જ આકાશ તળે,
એક જ પ્યાલાનું સિંચન જે અધરો ને મળે;
હાથ બે હોવા છતાં, તાળી કેમેય ના પડે !!
બે ડાળીઓ ના છેડા, લ્યો કેમ ના મળે ?
આપણે તો,
માંડ્યા હતાં પગલાં, શમણાંના સહારે,
‘ને અરમાનો જાણે, લાલી વહેલી સવારે;
ચાર પગ ચાલ્યાંતા એક પગલામાં જાણે,
ફાંટાઓ હોવા છતાં, રહ્યા મારગમાં હારે;
‘ને
ઓલ્યો વાસંતી વાયરો વંટોળે ચઢ્યો કેમનો ?
દિશાઓ બદલીને તે પવન લાવ્યો વહેમનો;
ડાળીઓ ડોલી ગઈ અને પાન સૌ ખરી પડ્યા,
અડીખમ વૃક્ષની દશા, જાણે ખંડેર થયો પ્રેમ નો;
ને હવે,
આપણે ચાલી રહ્યા છીએ યાદોના સહારે,
ઝાડથી ખર્યા બે પાંદડા ક્યાં ઉડે છે હારે !
તોય જોને, રાહ જોઉ કે આ પવન થમે ક્યારે,
બે ઘડીય તું હોય હારે, ભલેને પછી મારું મન હારે.
જનક
તરસતી ધરતી
આભ તો રહ્યું નજરમાં સામે, ને તોય ધરતી તરસતી
સુરખીના શમણાંઓ જોવા દૂર ક્ષિતિજે નજર કરતી.
અવકાશ
અવકાશ તારા દિલ મહીં મંજૂર છે,
જગ્યા મળે આ પ્યારને મંજૂર છે … જનક
દીધા માં પ્યાર
જાઉં જ્યાં, કેટલો આવકાર મળે !
પ્રેમ દીધા માં જ કેટલો પ્યાર મળે
મળે શું, આધારિત છે ! ક્યારે મળે !
દેવા તો જા, જો સામે કેટલા દ્વાર મળે
ના સ્વપ્ના, ના આશા, ના નિરાશા મળે
દરેક પ્રયત્ન માં, કેટલી સફળતા મળે !
લખાશે ગીત, ગવાશે ગીત, તારા નામે સુર મળે,
ધડકતા દિલ ની હર ધડકન માં, તું મળે
ગામ ની વિદાય
ગામને પાદર, ગઈકાલે,
પાછું વાળીને જોવાનું,
‘ને વિદાય દેવાનું,
મને હજુ યાદ છે.
‘ને તે ઘડીથી આ ઘડી,
પાછું વાળી જોયા કરું છું,
કે, ક્યાંક તે પાછુ મળે !!
મારી ભીતરે એ સાદ છે.
…જનક
प्रीत किये दुःख होय
हमने सुना है बारबार की प्रीत किये दुःख होय ,
दुःख होने से पहले कितना सुख भी मिलता होय |
सागर में जो डूब गई है, वो नैया का माझी जाने,
मौजो से टकराने पर कितना चैन भी मिलता होय |
વિરહની વાદળી
સતત વરસતી વાદળીમાં ય જે કોરા રહ્યા,
વિરહની વાદળી બની હવે હું ભીંજવી જાણું ં
…જનક મ દેસાઈ
वादि-ए-उल्फत – वादि-ए-गुर्बत
वादि-ए-उल्फत की तासीर ही ऐसी, मैं आस लिए घूमता रहा
वादि-ए-गुर्बत में, गुलाबे-प्यार का नसीब मैं सदैव ढूंढता रहा
… जनक म देसाई
वादि-ए-उल्फत, अर्थात् प्यार-ए-चमन
वादि-ए-गुर्बत अर्थात् काँटों भरी राह
ताइरे-असीर
ताइरे-असीरे-पंख पर आज़ाद-गगन कैसे बैठ पाए ?
कैदे-मन तो आदत से अपने साथ नसीबे-कैद लाए । ….. जनक म देसाई
ताइरे-असीरे-पंख पर आज़ाद-गगन अब कैसे बैठ पाए ?
कैदे-मन तो जहां भी जाए, नसीब साथ वह कैद लाए । ….. जनक म देसाई
ताइरे-असीर = पिंजड़े में कैद पंछी
ताइर = पंछी
असीर = कैद
એક પ્રયત્ન, ઝૂલણાં છંદમાં – પંખી : કેટલું સહજ છે
એમનું આવવું જાવવું સહજ છે
ડાળ પર ઉઠવું બેસવું સરળ છે
છો ભલે બે ઘડી માત્ર તે આવતાં
નિત્ય એ આવતાં, મન બહેલાવતા
ડાળ પર ઝુલતા, કંઠમાં ન્રુત્યતા
ના ઘડી તોય જો કેટલી નિત્યતા
ડાળ પર બેસતાં, ને ફરી આભમાં
દૂર આકાશ લૈ દૂનિયા પાંખમાં
જે મળ્યું તે ગળ્યું, અન્ય કૈં ના ગણ્યું (*)
ચિત્ત માં ચૈન લૈ, રાતમાં ઓગળ્યું
પાપ શું, પુણ્ય શું, કૈં નહીં જાણતું
તોય જો, પાપ માં ના કદી રાચતું
આટલી સહજતા, આટલી સરળતા?
માનવી હરઘડી પામવા ઈચ્છતા
…. જનક મ. દેસાઈ,
હરખાતું નથી, હવે, મારું મન ગાતું નથી;
હરખાતું નથી,
હવે, મારું મન ગાતું નથી;
ગલીઓને મારી યાદ જડી હશે,
વડવાઈઓ ય રડી હશે;
પણ, વગડેથી કૈં સંભળાતું નથી.
હવે, મારું મન હરખાતું નથી.
બધી સીમાઓ મેં કરી પાર,
‘ને કર્યું બધું જ નજર બહાર;
પાછું વળીને ય જોયું વારંવાર,
પણ, સીમાડેથી કૈં સંભળાતું નથી.
હવે, પાદર સુધી કોઈ ગાડું જાતું નથી.
હવે, મારું મન હરખાતું નથી
હું, ગગન ચુમવાને રહ્યો આતુર,
ને, મેં વિરહ ને કર્યો મંજૂર;
ન જાણ્યું આવતાં દર્દ નું પૂર,
હવે કાંઈ સહન થાતું નથી, પણ
મારા દર્દનું કોઈ દવાખાનું નથી.
હવે, મારું મન હરખાતું નથી
સીમાડે જરુર કર્યો હશે ઉદ્ઘોષ
જાણું છું, મારા કાને કર્યો હશે દોષ
મેં સાંભળ્યું તે સમઝાયું નહીં,
‘ને સમઝાયું તે ગણકાર્યું નહીં.
સમયનું પૈડું ઉંધું વળાતું નથી.
હવે, મારું મન હરખાતું નથી
ભીતરે ભર્યો છે તારી યાદ નો ભાર
તોયે મેં ના કર્યો પડકાર કે પોકાર,
મારે હૈયે વસ્યો છે અખંડ પ્યાર.
સરળ થોડા આ શબ્દો ને આધારે,
ગીત તો લખ્યું, પણ પુસ્તક લખાતું નથી.
હવે, મારું મન હરખાતું નથી
शिद्दत-ए-खुलूस
शिद्दत-ए-खुलूस की आदत बहोत प्यारी है, मुज़े जीने दो
परवाना हू, जलूँगा, मयस्सर-ए प्यार की आस में जीने दो … … जनक म देसाई
शिद्दत-ए-खुलूस = बेपनाह प्यार / बेहद प्यार
દેશ કયો પરદેશ કયો
વિદેશ ગયો પણ દેશ રહ્યો, આ દિલડે વ્હાલ નથી છૂટતું,
પણ, દેશ કયો પરદેશ કયો , તે રૂદિયે હાલ નથી સુઝતું
હું ઘર છોડી જે મકાને વસ્યો, તે મકાન મટી હવે ઘર થયું,
મુજ બાળકે જ્યાં જન્મ લીધો, તે પરિસર હાલ નથી ખૂંચતું.
જન્મ થયો જે દેશ મહીં, તે ધરતીની માટી વ્હાલી છે
માં નો દેહ છૂટ્યો; તે ભૂમિને પરદેશ કહેવું નથી સુઝતું.
માતૃભુમિની કણેકણ મારે રોમરોમમાં હજુ વ્યાપેલ છે, પણ
જે કર્મભૂમિ પર પામી રોજી, તેને વિદેશ કેહવું નથી ગમતું. … જનક મ દેસાઈ
નાશવંત દેહ
પ્રતિબિંબ ધ્રુજતું ભાળી ને ધ્રુજી પડ્યો હું
નો’તું સ્થિર પાણી, કે ડગમગી પડ્યો હું ?
અજરઅમરતા આત્માની કેમે ના સમજાઈ
નાશવંત આ દેહ નિહાળી ધ્રુજી પડ્યો હું
આત્મા તો મરે નહીં, બસ મરતો રહ્યો હું
મિથ્યા તોયે, આ દેહ મહી ફરતો રહ્યો હું
બાળ મટી વૃદ્ધ થયો, તોયે વૃદ્ધ હું ના થયો
એકડો ઘૂંટી ઘુટી શૂન્યતામાં ફરતો રહ્યો હું. … જનક
નાશવંત દેહ
પ્રતિબિંબ ધ્રુજતું ભાળી ને ધ્રુજી પડ્યો હું
નો’તું સ્થિર પાણી, કે ડગમગી પડ્યો હું ?
અજરઅમરતા આત્માની કેમે ના સમજાઈ
નાશવંત આ દેહ નિહાળી ધ્રુજી પડ્યો હું
આત્મા તો મરે નહીં, બસ મરતો રહ્યો હું
મિથ્યા તોયે, આ દેહ મહી ફરતો રહ્યો હું
બાળ મટી વૃદ્ધ થયો, તોયે વૃદ્ધ હું ના થયો
એકડો ઘૂંટી ઘુટી શૂન્યતામાં ફરતો રહ્યો હું. … જનક
મિચ્છામીદુક્કડમ
જૈન ધર્મમાં પ્રાયશ્ચિતને મહત્વ અપાયું છે, અને પ્રાયશ્ચિતનું સુચન મુક્યું છે.
પર્યુષણના મહાપર્વ દરમ્યાન, સંવત્સરી પ્રતિક્રમણ સમયે વાણી, વર્તન, વિચાર થકી, પરોક્ષ કે પ્રત્યક્ષ રુપે જે પણ આત્માનું દિલ દુભાવ્યું હોય, તે સૌ ને ખમાવી મિચ્છામી દુક્કડમ માંગે છે.
પરંતુ ભૂલ અને પ્રાયશ્ચિત ને ક્યાં કોઈ ધર્મ ની સીમા છે?
મૂળ સિદ્ધાંત આ છે: કે જે મન પ્રાયશ્ચિત કરવા તૈયાર થયું છે, તે મન, સૌ પ્રથમ પોતાની ભૂલ સમજ્યું છે. અને પોતાની ભૂલ સ્વીકારી છે. અને એ સમજણ/પ્રાયશ્ચિત જ સત્ય અને નિર્મળતા તરફ નું પ્રથમ પગલું છે.
માનવી ના જીવન માં આ સમજણ જ ફરક બની રહે છે. જ્યાં સુધી મન પોતાની ભૂલ સમજે અને સ્વીકારે નહી ત્યાં સુધી અન્ય ને દોષ આપતું રહે છે, અને અશાંત રહે છે. જે ક્ષણે પોતાની ભૂલ સમજાય, તે ક્ષણથી, અન્ય ને દોષ આપવાનું બંધ કરી ને સ્વ માં પરિવર્તન અપનાવે છે. આ ક્ષણે, અશાંતિ દૂર થઈ ને નિર્મળતા વ્યાપે છે.
મિચ્છામીદુક્કડમ / मिच्छामि दुक्कडं।
खामेमि सव्व जीवे, सव्वे जीवा खमंतु मे।
मित्ती मे सव्व-भूएसु, वेरं मज्झ न केणइ।।
હું સર્વે જીવોને ખમાવું છું, અને સર્વે જીવોની માફી ચાહું છું.
હું સર્વે સાથે મિત્ર છું, અને કોઇ પણ જીવ પ્રત્યે વેરભાવ નથી
કર્મ ને આધીન
સાંભળ્યું છે, કર્મ ને હું આધીન છું,
પણ હું મારી જડતાને પરાધીન છું.
જે સાંભળ્યું છે, ક્યારેય ગમ્યું નથી,
મારા સંકલ્પો માં, નિત્ય પ્રાચીન છું.
બદલાતાં વાયરે બદલાવુ ગમ્યું નથી,
હૃદય ની સાખે વ્હેતો, હું સ્વાધીન છું.
ગાગાગાગા ગાગાગાલ ગાગાલગા
જનક મ દેસાઈ
ઉભરતું યૌવન
ઝમકતા ઝાંઝરનું બચપણ મને દઈ દે
ખુલતાં કમાડે પડતી નજર્યું મને દઈ દે
વરસતા મેઘમાં નીતરતી ઓઢણી ને
ઉભરતું યૌવન ને મલકાટ મને દઈ દે
શાને છુપાવું મારું ઘેલું જોબનીયું
શાને સંકોરું મારી કાયા ને કંચુકી
ઓઢેલી ઓઢણી ઉડતી રોકાય નહી
લજ્જા નહી, પનઘટની વાટ મને દઈ દે
હૈયું હિલોળે ‘ને પ્રેમ ઘણો ઉભરે ે
આંખે ઉલાળા ‘ને નેણથી રંગ નીતરે
લહેરણિયું લાલ,‘ને ઘમ્મર ચાલ
ઘમ્મર ઘાઘરો ‘ને ચોળી મને દઈ દે
મારે વણબોલ્યા હોઠેથી કરવી છે વાત
શાને કરું ચિંતા કે સખીયો કરે પંચાત
છાનું રે છપનું કઈં કર્યું કરાય નહી
વાલમને ચૂમવાની રાત મને દઈ દે …જનક મ દેસાઈ
અર્થ છે ખરો ?
શું આરતી ઉતારવાનો અર્થ છે ખરો ?
કૈં એમને ધરાવવાનો અર્થ છે ખરો ?
જો ધ્વનિ માત્ર ઉદભવે છે એમના થકી,
તો ઝાલરો વગાડવાનો અર્થ છે ખરો ?
ઇચ્છાથી જેમની સદા જાગે સકળ જગત,
શું એમને જગાડવાનો અર્થ છે ખરો ?
એ ઓળખે છે ભીતર ને બ્હારથી સૌને,
માખણ હવે લગાડવાનો અર્થ છે ખરો ?
-મેહુલ ભટ્ટ, ૪.૭.૨૦૧૨
મારું મન :
ગભરાય છે મારું મન
વળીને મુંઝાય છે,
સત્ય જ્યાં સમજાય, ત્યાં
વ્યવહારમાં મુંઝાય છે, મારું મન
જીવીને જાણ્યું
‘ને વર્તન ને તાણ્યું
મન મનવા જાઉં ત્યાં
સમાજમાં સપડાય છે, મારું મન
એક પગલું જ્યાં ભરું ત્યાં
એ બે ચુકી જાય છે,
હૈયે હામ ના પ્રયત્નો માં
ધોખા થી ગગડી જાય છે, મારું મન
પ્રેમ પંથે પગ માંડ્યા પછી
ગીતો ગાતું થાય છે,
હૈયુ ખખડી જાય છે ત્યારે
ગઝલો ગાતું થાય છે મારું મન
જવાબ ગોતવા જાઉં ત્યારે
સવાલો ઉભાં થાય છે
સવાલોના વંટોળમાં
ધૂળ ધૂળ થાય છે, મારું મન
ઠેશો ખાધી ‘ને થોથા ય ભણ્યો
એકડેએકથી અગ્યાર સુધી ગણ્યો
સરવૈયું મેળવવા જાઉં ત્યાં
શેષ માં ખોટ દેખાય છે
હા,
અભણ થતું જાય છે, મારું મન
….. જનક દેસાઈ
———————————————–
ધૂળ થઈ જવું – છેક બરબાદ-રફેદફે-થઈ જવું.
કાગળ કલમ કલ્પના કવિ
આગથી દાઝ્યો ખરો પણ કાગળ બળ્યો નહિ
શબ્દ તો પ્રગટ્યો પણ મર્મ અજવાળ્યો નહિ
હૈયે ઉઠેલ આતશને ના પરખાય કે ના ઠરાય
કાગળ કલમ કે કલ્પનાથી એ પ્રજવળયો નહિ … જનક
ક્યારેક હોય કાવો તો ક્યારેક ઉધામો,
કવિની કલમથી તમે ક્યારેય ના ફાવો
ક્યારેક હકીકત,વળી કલ્પના કરે દાવો
માંડ જ્યાં સમજાય ત્યાં કવિ કરે હંગામો … જનક
કવિ ની કલમ નહિ એનું હૈયું સળગ્યું છે
કાગળ તો બળે ઘડી હૈયું વંટોળે ચડ્યું છે … જનક
રાધા કૃષ્ણ
રાધાનું રૂપ અતિ નીરાળું, કાનો લેશ ના છટકે
કામણગારી નજર નિહાળી કાનાનું હૈયું ધડકે
રાધાનું મન વટકે જ્યારે બેડલું એનું પટકે
રાધાનું મન મટકે જ્યારે, કાનો એને ઝટકે
હૈયાના આવેશનું માર્યું કાનાનું મન ભટકે
રાધા ના દેખાણી જ્યારે, વેરણ વાંસળી ફટકે
રાધારાધા નામ પોકારે, વૃંદાવનની ગલીયો ભટકે
બેડલું માથે નજર પડે ત્યાં મધુર મિલન ને તરસે … જનક
