ના જનમ્યો હું કથરોટમાં, ના જનમ્યું છે નર કોઈ
આચમન તો છે અંતરે જેને સ્પર્શી શકે છે હર કોઈ
નકુચામાં માર્યા મેં તાળાં ‘ને ચાવીના નથી ઠેકાણાં
અજ્ઞાનતા એ કરયો વિસામો મારું અંધાર્યું ઘર જોઈ
રઇદાસનો રંગ જો લાગે, જ્ઞાન તરફ મનડું ભાગે
માઢ ખુલે ‘ને દર્શન પામે, પછી રહે ના ડર કોઈ … જનક
