આગથી દાઝ્યો ખરો પણ કાગળ બળ્યો નહિ
શબ્દ તો પ્રગટ્યો પણ મર્મ અજવાળ્યો નહિ
હૈયે ઉઠેલ આતશને ના પરખાય કે ના ઠરાય
કાગળ કલમ કે કલ્પનાથી એ પ્રજવળયો નહિ … જનક
ક્યારેક હોય કાવો તો ક્યારેક ઉધામો,
કવિની કલમથી તમે ક્યારેય ના ફાવો
ક્યારેક હકીકત,વળી કલ્પના કરે દાવો
માંડ જ્યાં સમજાય ત્યાં કવિ કરે હંગામો … જનક
કવિ ની કલમ નહિ એનું હૈયું સળગ્યું છે
કાગળ તો બળે ઘડી હૈયું વંટોળે ચડ્યું છે … જનક
Like this:
Be the first to like this post.
રાધાનું રૂપ અતિ નીરાળું, કાનો લેશ ના છટકે
કામણગારી નજર નિહાળી કાનાનું હૈયું ધડકે
રાધાનું મન વટકે જ્યારે બેડલું એનું પટકે
રાધાનું મન મટકે જ્યારે, કાનો એને ઝટકે
હૈયાના આવેશનું માર્યું કાનાનું મન ભટકે
રાધા ના દેખાણી જ્યારે, વેરણ વાંસળી ફટકે
રાધારાધા નામ પોકારે, વૃંદાવનની ગલીયો ભટકે
બેડલું માથે નજર પડે ત્યાં મધુર મિલન ને તરસે … જનક
Like this:
Be the first to like this post.
વૃક્ષ વૃક્ષ પર ડાળ ડાળ પર પાન લીલા લહેરાય
ઋતુ આવે ઋતુ જાવે ત્યારે સહુ બેરંગી થઇ જાય
પ્રકૃતિની રીત અનોખી, નિત્ય નવા પાન સર્જાય
માનવને મન ફરતી ઋતુઓ, માનવ થી બદલાય
એકજ ઋતુ ના માલિક આપણ, એકજ ઋતુક્રાંતિ
વસંત કે વાવાઝોડાનું વર્તન, મનોવૃત્તિમાં થાય
નિર્મિત બે છેડાની વચ્ચે, નિત્ય નવા રંગ ઉભરાય
પાણી સમ રાખીને મનડું રંગ મેળવણીથી થાય
સંગી સાથી આપણ સહુ તોય નિર્મિત્ર મન મુંઝાય
દિલડામાં નિર્મળતા વ્યાપે તો નિત્યાનંદ ફેલાય ….. જનક
Like this:
Be the first to like this post.
દિવા નો હતો આધાર ત્યાં ઘી ખુટી ગયું
આંસુ એ દીધો સાથ ‘ને વહેણ ખુટી ગયુ
સપનાનો લીઘો સાથ, એ પણ તુટી ગયુ
નીંદરની હતી આશ ત્યાં કીરણ ઉગી ગયું
જોઇને તારું આગમન મારું દિલ ખીલી ગયું
તારી નજરનો પ્રેમ મારું મન ઝીલી ગયું
પ્રેમથી કર્યો વાર ત્યા સત્ય મળી ગયું
મારી નિરાશાની આગમાં કોઇ ઘી પૂરી ગયું ….જનક
Like this:
Be the first to like this post.
दूरसे देख रहा हूं मैं, तू है खुश तेरे कोने में
रहेना वहीं, भूलेसे ना देखना मेरे कोने में
कितना प्यार था मुज़े, ख्वाब भी बहोत थे
एहसास अब है, मेरे पाँव थे अँधेरे कोने में
कैसे बजाता मैं ताली और वो मधुर साज़
रेतसे सज़ा रहाथा मेरा घर तेरे कोने में
दूर ही रहेना अब आदत हो गई मुजे अब
मैं भी हू खुश, बहोत ही खुश मेरे कोने में
जनक देसाई
Like this:
Be the first to like this post.
આશા ના પાસા ફેંકીને મેં ભૂલ કરી હતી
પ્રેમનો જુગાર ખેલીને મેં ભૂલ કરી હતી
નિરાશાની પ્રકૃતિ મેં સ્વીકારી જો હોત
સફળતા દરેક ખેલમાં જરૂર ભરી હતી … જનક
Like this:
Be the first to like this post.
ના જનમ્યો હું કથરોટમાં, ના જનમ્યું છે નર કોઈ
આચમન તો છે અંતરે જેને સ્પર્શી શકે છે હર કોઈ
નકુચામાં માર્યા મેં તાળાં ‘ને ચાવીના નથી ઠેકાણાં
અજ્ઞાનતા એ કરયો વિસામો મારું અંધાર્યું ઘર જોઈ
રઇદાસનો રંગ જો લાગે, જ્ઞાન તરફ મનડું ભાગે
માઢ ખુલે ‘ને દર્શન પામે, પછી રહે ના ડર કોઈ … જનક
Like this:
Be the first to like this post.
છળ બળ અને કપટ તો છે અધમ નો વ્યવહાર
અલ્પજીવી છે આભાસી જીત, પીંઠે ભોંકાય હાર
કુંભકર્ણના બળનો કોઈ અજાણે ના લેજો તાગ
અંધકારમાં સૂતેલાને, કળથી સમજાવે સહુ સાર
જાગર્તીના ઢોંગે કરવું પાપ એતો છળનો વ્યવહાર
જાગર્ત મન રહસ્ય જાણે અર્જુનની જેમ કરે વાર
હાર-જીત ને ફગાવી જાણે, જેનું અંતર શ્રદ્ધા માણે
ચિરંજીવી જીત મળે ત્યારે થાય તેનો બેડો પાર …. જનક
Like this:
Be the first to like this post.
सादगी पर उसकी मर जाने की हसरत दिल में है
बस नहीं चलता, की फिर खंज़र कफ़े-कातिल में है
देखना तकरीर की लज्जत कि जो उसने कहा
मैंने यह जाना कि गोया ये भी मेरे दिल में है
गरचे है किस-किस बुराई से, वले वा ई हमा
जिक्र मेरा मुझसे बेहतर है कि उस महफ़िल में है
बस, हुजूम – नौमीदी, खाक में मिल जाएगी
ये जो एक लज्जत हमारी सइ-ए-बेहासिल में है
रंजे -रह क्यों खिचिये खामान्दगी से इश्क है
उठ नहीं सकता हमारा जो कदम मंजिल में है
जल्वा-जारे-आतशे-दौजख हमारा दिल सही
फितना-ए-शोरे-कयामत किसके आबो-गिल में है
है दिले-शौरिदा-ए-ग़ालिब तिलिस्मे-पेचो-ताब
रहम कर अपनी तमन्ना पर कि किस मुश्किल में है……..~मिर्झा ग़ालिब
Like this:
Be the first to like this post.
માં મને માફ કર [ અસાદ્સ -કાવ્ય ]===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
============
સદાયે પરાઈ થનારી
ખુદનું ભાન ન રાખનારી
સંતાનોની થનારી
દીવા સ્વપ્નો સમજનારી
ખુદ માટે ખુદ ન રહેનારી
ખુદ રહી સંતાનો માટે ભૂખી
એવી માં મારી
તું જગથી જુદી ને ન્યારી
તારા નસીબે ઝોજ્વો સુખના
જોયો,ન સુખનું છોયડો
તારા વૈતરે ઘડ્યું ભાગ્ય
કુટુંબીઓના મહેણો, ટોણો
આજ પણ મને સોયની જેમ ભોકાય
અને તું હસ્તે મોઢે સહેતી
તારા અંગ પર મેં જોયું નહોતું
સુવાળું કદી કોઈ વસ્ત્ર
વળી સારું ભોજન તો સ્વપ્ન મોય નહોતું
આજ મારી પાસે બધુજ છે
પણ તું નથી
મારે તારો સ્વપ્નો પૂરો કરવા છે
પણ તારી હયાતી ક્યાં
તું અત્યારે નથી
મારે માટે આ બધું નકામું
માં
મારે સર્વસ્વ તને સોપવું છે
દુનિયાનું બધુજ સુખ તને આપવું છે
પણ તું કયો છે ?
આ ક્લ્પોત મને
ચેન થી સુવા નથી દેતું
જેના માટે જિંદગી ઝ્જુમ્યો
હવે એજ નથી
માં તું નથી,
તારો આધાર નથી
તારો આશરો નથી
તારું ઋણ હું મારા હજારો જન્મ થાકી
નહી ચૂકવી શકું
માં મને માફ કર
હું તને
કોઈ આપી શક્યો નથી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Like this:
Be the first to like this post.
आज हुई है दिल की होली
नाश हुई है मन की खोली
निर्मलता संन्यास हो गई
भर गई है तृष्णा से जोली ….जनक देसाई
Like this:
Be the first to like this post.
दर्द-इ-दिल को अब चैन है, करार है
मेरी परेशानियां आज मुज़से फरार है
थामके रखे है पैर जमी पर मैंने अब
लक्ष्य पाने को मेरा मन अब तैयार है
रास्ता है सामने और मंजिल इकरार है
एक है दिशा, जहां दोस्ती और प्यार है
उनकी हरकतों की परवाह न रही अब
मेरी राह तके बैठा, जरुर कोई प्यार है…जनक देसाई
मेरी हर नजर को तेरा ही इंतजार हे
परवा न वक्त की दुरिओ का एहसास हे ,
ठहेरती नहीं तेज हे दिल की धड़कन
सहमी सी हे साँस मिलन की आश हे ….राज घायल
Like this:
Be the first to like this post.
હું ગયો પ્રભુ ને ઘેર, એના દર્શન કરવા
પ્રભુ બોલ્યા, કાં આવ્યો તું વિમર્શન કરવા
હું નથી વ્યાપારી, મારે ના કોઈ હિસાબ કરવા
ફેરા જો ફરવા હોય તો, અંતર ના દર્શન કરવા…..જનક દેસાઈ
Like this:
Be the first to like this post.
માનવીના મનસરોવર નું હવે શું કહેવું
નિરાશાઓના પુર માં આશાઓ નું વહેવુ
જનક
Like this:
Be the first to like this post.
મનોવૃત્તિ માં સમાય છે સર્વ ધર્મ નો સાર
સારા કે ખોટાં ના દર્શન મારા મન નો ભાર
પરીખ જો હોઉં સાચો, સારા નો સંગ થાય
મારી ભૂલો નો ભોગ હું, ના કોઈ નો સથવાર …જનક
Like this:
Be the first to like this post.
હ્રીદીયું, જાણ્યા છતાં અજાણ બને
સમજાયા પછી ફરી ને અજ્ઞાન બને
ખોબે ભરેલું સરકી ગયા પછી
હતું જે એની જ રાહમાં બેભાન બને … જનક
Like this:
Be the first to like this post.
લોકો ને મારો ગોળી, બે પ્રેમી ની બને ટોળી
લોકો ભળે કરે હોળી, પ્રેમી હૃદય કરે રંગોળી….જનક
રંગોળી નો અર્થ:
કુટુંબ ના સભ્યો ના રંગ અલગ અલગ હોય છે.
પણ જ્યારે કુટુંબ માં મન નો મેળ હોય, અને સર્વે સભ્યો સંપીને રહે, ત્યારે જેમ રંગોળી ના રંગો સંપ થી આકર્ષિક બને છે, તેમ કુટુંબ પણ એક આદર્શ સમાન થઇ જાય છે.
રંગોળી નો આ અર્થ મને Usha P Chovatia- પાસે થી જાણવા મળ્યો.
ઉષાબહેન, મારી ભૂલ હોય તો સુધારવાની વિનંતી કરું છું.
Like this:
Be the first to like this post.
આવકાર અને આગમન: કરી મેં તપાસ
હ્રીદીયું પોકારયું: અરે, તારા છે તુજ પાસ
આવન અને જાવન તો તન ની તકલીફ
તારે હૈયે વસેલ તો જીદ થી કરે નિવાસ …જનક
Like this:
Be the first to like this post.
મારા પ્રેમ ના કાવ્યો
સપના ની સુંદરી
બધું થયું ચૂર
બધું થયું દુર
મને થયો છે પ્રેમ !
ધાર્યું હતું, એ હતો વ્હેમ
કે થયો મને વ્હેમ !!
કેમ ના સમજી એ મારો પ્રેમ ?
ફરી થયો પ્રેમ
કાવ્યો નો પ્રેમ
સપના માં પ્રેમ
કલ્પના માં સુંદરતા
રાચી ના રહું કેમ !………..જનક દેસાઈ
Like this:
Be the first to like this post.
વિશ્વાસ !, બસ એ જ મારો શ્વાસ છે
વિશ્વાસ વિના બીજો શું અહેસાસ છે !
વિશ્વાસ હોય બસ, પ્રેમ તો ઉભો છે દ્વારે
વહેમી મન માં પ્રેમ પણ આભાસ છે …..જનક
Like this:
Be the first to like this post.
मुजे सब अपनी नादानियत पर छोड़ दो
कल्पना से नाता है, कहानियो पर छोड़ दो
हकीकत से अलगाव लिए कब से बैठा हू
मुजे हाथ, कलम और कल्पना का मोड दो
…..जनक
Like this:
Be the first to like this post.
કહો મરણ ને કે મરી જાય ઘડી ભર
જીવન માણવા મળી જાય ઘડી ભર
હતી નિરાંત, ભલે લુંટાયો જીવન ભર
બે કાંધાની નિરાંત બસ જોઉં ઘડી ભર ……જનક
Like this:
Be the first to like this post.
એક મિત્ર ની લગ્નતિથિએ લખેલ ૪ પંક્તિઓ અહીં રજુ કરું છું:
આ વડલાની વડવાઈઓ, પ્રગટે ને ગુણાય
મહેનતનું ફળ, વણ માંગે, હર ક્ષણે ઉમેરાય
નિભાવું મારી ફરજ, ચાહત તો બસ ઉભરાય
તું પ્રભુની દેન, તારો સંગ, તું અને હું એક થાય
Like this:
Be the first to like this post.
પ્રીત થયાનાં સંભારણા હોય
પ્રીત પછી બંધ બારણાં હોય
ખોલો તો, ખોલો ફક્ત્ ખજાનો,
માણવા માટે વરસો જોય
Like this:
Be the first to like this post.
હા એ દુશ્મન ના ખોળો
માથું મૂકી ને સુવા માટે નો ખોળો
વ્હાલો લાગે છે એ ખોળો,
ભર નીંદર માં પોઢવા નો ખોળોવ્હાલું લાગે છે એની પાસ
જાણીતા નો સહવાસ
એકલતા માં પણ ભીડ નો આભાસ
વગર જણાવ્યે માથું કાપી નાખે એ ખોળો
વગર પાણી એ ડુબાડી દે એ ખોળો
મારો પોતાનો ખોળો
જનક
Like this:
Be the first to like this post.